દેવભૂમિ દ્વારકા : ભાણવડમાં રૂ. 8 કરોડની જમીન પર થયેલા 70થી વધુ ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયા

પ્રાંત અધિકારી-પોલીસકર્મીઓની હાજરીમાં 72 દુકાનો તોડાઈ.

New Update
દેવભૂમિ દ્વારકા : ભાણવડમાં રૂ. 8 કરોડની જમીન પર થયેલા 70થી વધુ ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આવેલ વિકાસ રોડ પર 8 કરોડની કિંમતની જમીન પર ગેરકાયદેસર રીતે થયેલ બાંધકામને દૂર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંત અધિકારી અને પોલીસકર્મીઓની હાજરીમાં 70થી વધુ દુકાનોને તોડી પાડવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં પ્રાંત અધિકારી અને અન્ય રેવન્યુ વિભાગના કર્મીઓની હાજરીમાં પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને ગેરકાયદેસર રીતે થયેલ બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ગેરકાયદેસર કરેલ દબાણને દૂર કરવા આપેલ નોટિસના આધારે પોલીસે વિકાસ રોડ પરની 37 હજાર ફૂટની જગ્યાની 72 દુકાનોને તોડી પાડી હતી. આ દબાણની અંદાજિત કિંમત રૂપિયા 8 કરોડની જમીન ખાલી કરવામાં આવી હતી.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.