Connect Gujarat
ગુજરાત

લોકસભા ચૂંટણીના બહિષ્કાર સાથે અમરેલી-ઓળીયા ગામના ખેડૂતોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ, જાણો શું છે સમગ્ર મામલો..!

લોકસભાની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામના ખેડૂતોમાં નેશનલ હાઈવેના બાયપાસ રોડ સામે ભારે રોષ જોવા મળ્યો છે.

X

લોકસભાની ચૂંટણી પૂર્વે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામના ખેડૂતોમાં નેશનલ હાઈવેના બાયપાસ રોડ સામે ભારે રોષ જોવા મળ્યો છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામના ખેડૂતોમાં નેશનલ હાઈવેના બાયપાસ રોડ સામે ભારે રોષ જોવા મળ્યો છે. એન.એ. જમીનોમાં સરકારી પૈસા હડપ કરવાનું કારસ્તાન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. અગાઉ સ્ટેટ હાઈવેમાં ખેડૂતોની જમીનો કપાયા બાદ ફરી જમીનો કપાતા ખેડૂતો રોષિત થયા છે, ત્યારે ખેડૂતોએ હાથમાં પ્લે કાર્ડ સાથે સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા. “ખેડૂતોના પેટ કપાયા, સાંસદના પેટ ભરાયા” લખાણ સાથેના પ્લેકાર્ડ લઈ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ ખેડૂતોની જમીનો કપાશે તો આત્મવિલોપન અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story