વલસાડ: દેશના "રત્ન"રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવતા નાણામંત્રી કનુ દેસાઈ

વલસાડ ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થાને નવી બસ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો,આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

author-image
By Connect Gujarat Desk
New Update
Advertisment

રતન ટાટાના દુઃખદ નિધનથી શોકનો માહોલ 

Advertisment

રાજ્યના નાણામંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ 

દિવ્યાંગ બાળકોની સંસ્થાનો યોજાયો કાર્યક્રમ

GETCO દ્વારા સંસ્થાને નવી બસ અર્પણ કરાઈ

ટાટાનાં દેશ પ્રત્યેના યોગદાનને બિરદાવતા નાણામંત્રી  

વલસાડ ખાતે દિવ્યાંગ બાળકોની સંસ્થાને નવી બસ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો,આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Advertisment
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના અવસાનને લઈને દેશભરમાં શોકનો માહોલ છે,ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પણ રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આજે વાપીમાં GETCO દ્વારા વાપીની મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ નામની એક દિવ્યાંગ બાળકોની સંસ્થાને નવી બસ અર્પણ કરવાના એક સેવાકીય કાર્યક્રમમાં નાણામંત્રીએ હાજરી આપી હતી.આ પ્રસંગે રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ કાર્યક્રમમાં  મોટી સંખ્યામાં વાપીના ઉદ્યોગપતિઓ,રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.મહત્વપૂર્ણ છે કે રતન ટાટા દાયકાઓ સુધી દેશની સેવામાં ઓતપ્રોત રહ્યા હતા. ઔદ્યોગિક ક્ષેત્રે તેમના યોગદાનથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ દુનિયાના નકશા પર ચમકી ચૂક્યો છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ પણ રતન ટાટાના દેશ અને વિશેષ કરીને ગુજરાતમાં તેમના યોગદાનને બિરદાવી તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Latest Stories