વલસાડ : પારડીની બી.એન. ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા, આગનું કારણ અકબંધ, કોઈ જાનહાનિ નહીં...

વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલ બી.એન. ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બનાવના પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ

New Update
  • પારડીની બી.એન. ઇન્ડસ્ટ્રીમાં ફાટી નીકળી ભીષણ આગ

  • ભીષણ આગના પગલે દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા

  • વલસાડ અને વાપીથી ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી

  • ભીષણ આગને કાબુમાં લેવા ફાયર ફાઇટરોએ કર્યો પ્રયાસ

  • આગનું કારણ અકબંધ રહ્યુંઘટનામાં કોઈ જાનહાનિ નહીં 

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલ બી.એન. ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ ફાટી નીકળતા ફાયર ફાઇટરો દોડ્યા હતા. વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમમાંથી ફરી એકવાર ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલ બી.એન. ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે આગ લાગી હતી. બનાવના પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી.

આગની જાણ થતાં જ કંપની સંચાલકોએ કામદારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરાતા પારડી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ ભીષણ આગના પગલે વલસાડ અને વાપીની ફાયર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત સાથે ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધાર્યા હતા. આ તરફબનાવના પગલે પારડી મામલતદાર સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો.

આગનો ધુમાડો દૂરથી દેખાતા સ્થાનિકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું. જોકેઆગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. જોકેપ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિનહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

Latest Stories