ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો માછીમારોને રોજગારી આપતો સૌથી મોટો રોજગારીનો સ્ત્રોત છે, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા એક્વા કલ્ચરની ચડતી પડતી અને વિકાસની યોજનાઓને ધ્યાન રાખીને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોતમ રૂપાલા આગેવાનીમાં મત્સ્ય પરિષદ યોજવામાં આવી હતી.
ગુજરાત સહિત સમગ્ર ભારત દેશનો દરિયાકિનારો માછીમારી અને રોજગારીને પ્રોત્સાહન આપતો ઉદ્યોગ છે. જેને છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહિત કરીને રોજગારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં એક્વા કલ્ચર એટલે કે, ઝીંગા ઉત્પાદનની દિશામાં પ્રયત્ન શરૂ કર્યા છે. 30 વર્ષ પહેલાં ઝીંગા અને મત્સ્ય ઉત્પાદનના માત્ર 15000 ટન જેટલું ઉત્પાદન થતું હતું. જે હવે એક વર્ષમાં 35,000 ટન ઝીંગા અને મત્સ્ય ઉત્પાદન થાય છે, અને વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે, જેમાં ભારતે સૌથી મોટી પ્રસિદ્ધિ મેળવી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક્વા કલ્ચર સેમિનારમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સરકાર દ્વારા દરિયા કિનારાના દરેક તળાવ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જોકે, ગુજરાતનો દરિયા કિનારો એકવાર કલ્ચર માટે સૌથી વધુ તકો ઉભી કરે તેવી શક્યતાઓ છે. જેને પગલે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કમિશનર દ્વારા વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત એક્વા કલ્ચરની વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. કેટલાક સમયથી દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીંગા ઉદ્યોગ માટે આપવામાં આવેલી જમીનોના કારણે વોટર લોગીન જેવી સમસ્યાઓ પણ સર્જાઇ રહી છે. જે કાંઠા વિસ્તારના રહીશો માટે અને દરિયા કિનારાના ભવિષ્ય માટે ખતરા રૂપ પણ સાબિત થઈ શકે તેવી શક્યતાઓ છે. દરિયા કિનારા વિસ્તારમાં ભમરા પાણીમાં એક્વા કલ્ચરના વિકાસ માટે કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેમાં ખેડૂતોને ઝીંગા ઉત્પાદન તથા મત્સ્ય ઉત્પાદન માટેના વિવિધ પ્રોજેક્ટ માટે જાણકારી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ એક્વા કલ્ચર માટે તમામ મદદો કરવાની ખાતરી પણ આપી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પધારેલા કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વિપક્ષોના ગઠબંધન ઇન્ડિયાને પોતાના પક્ષનું અસ્તિત્વ બચાવવા માટેનું સંગઠન ગણાવ્યું હતું.