મહેસાણાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર ભારતીય વાયુસેનાની SKAT દ્વારા એર-શો યોજાયો, આકાશી કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા...

મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

New Update
  • સૌ પ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર-શોનું આયોજન

  • ભારતીય વાયુસેનાની SKAT ટીમ વિશેષ ઉપસ્થિત રહી

  • સૂર્યકિરણ એરોબેટિક ટીમે આકાશી કરતબોનું પ્રદર્શન કર્યું

  • તિરંગાના રંગે રંગાયેલ આકાશ જોઈ લોકો મંત્રમુગ્ધ થયા

  • મોટી સંખ્યામાં માનવ મેદની  રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ

મહેસાણાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગવામાં આવ્યું હતું.

મહેસાણાના આકાશમાં દિવાળી પછી ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા અદભુત આકાશી કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વર્ષ 1996માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છેજે સર્વદા સર્વોત્તમના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. અત્યાર સુધી આ ટીમે ભારત સહિત ચીનશ્રીલંકામ્યાનમારથાઇલેન્ડસિંગાપોર અને UAEમાં 700થી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છેત્યારે મહેસાણાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર આયોજિત એ-શો દરમ્યાન પાયલોટ કંવલ સિંધુ સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા ભારતીય વાયુસેનાની SKAT ટીમના નવ હોક Mk-132 વિમાનોએ લૂપ્સરોલ્સહેડ-ઓન ક્રોસબઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા દિલધડક સ્ટંટ રજૂ કર્યા હતા.

આ શો હવામાં ચોકસાઈશિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન બની રહ્યું હતું. આ એર શો થકી ટીમે મેસેજ આપ્યો હતો કેઇન્ડિયન એરફોર્સ દરેક પડકાર માટે તૈયાર છેતેમજ યુવાનો માટે પણ પ્રેરણાદાઈ બાબત બનશે. એરફોર્સમાં પણ યુવાનોની કારકિર્દી માટે એટલા જ સુલભ વિકલ્પ છેતારે મહેસાણાના નગજરજનોએ આ અદ્ભુત કરતબ  અને રાષ્ટ્રપ્રેમને આનંદથી માણ્યો હતો. આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશએર-શોના મુખ્ય આયોજક અને મહેસાણાના સાંસદ હરિ પટેલજિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિમહેસાણા પ્રાંત અધિકારીવાયુસેના પાયલોટ રાજેશ કાનલાગૌરવ પટેલ તેમજ કંવલ સિંધુ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત માનવ મેદની  રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ હતી.

Latest Stories