આગાહી : ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા, ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો...

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા વર્તાય રહી છે

New Update

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઉત્તર ભારતના અનેક રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા વર્તાય રહી છે. જોકે, તેની આંશિક અસર ગુજરાતમાં પણ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. ઠંડીમાં વધઘટ થવાની સાથે આગામી તા. 27 ડિસેમ્બરે રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. માવઠાની આગાહી થતાં જ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો વધીને 14થી 19 ડિગ્રી વચ્ચે પહોંચ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનમાં 2 દિવસમાં 5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થયો છે. જોકે, હવામાન વિભાગના આંકડા અનુસાર, ગત શુક્રવારે અમદાવાદમાં વહેલી સવારે તડકો નીકળ્યા બાદ બપોર પછી વાદળિયું વાતાવરણ સર્જાયું હતું અને બુધવારે સિઝનનું સૌથી નીચું 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ ક્રમશ ઠંડીનો પારો વધ્યો હતો, ત્યારે છેલ્લાં 2 દિવસમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી વધીને 14.6 ડિગ્રી પહોંચ્યું હતું. જોકે, 28 ડિસેમ્બર સુધી અમદાવાદમાં ઠંડીનું જોર વધવાની શક્યતા નહિવત છે.Latest Stories