/connect-gujarat/media/post_banners/3a3211dc083357977d1ee86f828fcef50cc4d533f46e8baaab5650c204bb3a13.webp)
જામનગર-દ્વારકા હાઈવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. નાની ખાવડી નજીક એક કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. રમેશભાઈ, પરેશભાઈ, કરસનભાઈ નામના ત્રણ લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. વહેલી સવારના સમયે આ અકસ્માતની ઘટના બની હતી. યાત્રાળુ પગપાળા ચાલીને દ્વારકા જઈ રહ્યા હતા. ત્યારે કાર ચાલકે અડફેટે લેતા તેઓના મોત થયા છે. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે 108ની પણ ઘટના સ્થળે પહોંતી હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દિવાળી તહેવારમાં રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો યાત્રાધામ અને પ્રવાસન સ્થળ પર ઉમટી રહ્યા છે. ત્યારે હાઇવે પર અકસ્માતના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.