સોનામાં સુગંધ ભળી : ધનતેરસ નિમિત્તે જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો...

વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

સોનામાં સુગંધ ભળી : ધનતેરસ નિમિત્તે જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો...
New Update

ધનતેરસના દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. જેના પગલે વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.

આજરોજ ધનતેરસ નિમિત્તે સોની બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ધનતેરસના દિવસે સોના તેમજ ચાંદીના ઘરેણાં કરવાની ખરીદીને શુભ માનવામાં આવે છે, ત્યારે વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જોકે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધનતેરસને લઈ સોના-ચાંદીની ખરીદી પર ગ્રાહકોએ થોડો કાપ મુક્યો હોવાનું જ્વેલરી વેપારીઓ જણાવી રહ્યા છે. સોની બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા માટે ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો હતો. પુષ્ય નક્ષત્ર દરમિયાન વેપારીઓને જોઈએ તેવો વેપાર મળ્યો ન હતો. પરંતુ ધનતેરસ નિમિત્તે વહેલી સવારથી જ બજારમાં ગ્રાહકીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકો દ્વારા ચાંદીના સિક્કા, સોનાની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે, દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ખરીદીમાં કાપ ચોક્કસથી ગ્રાહકોએ મુક્યો છે. તો બીજી તરફ, સોનાના ભાવમાં પણ મહદ અંશે ઘટાડો થતાં ગ્રાહકોએ હોશે હોશે ખરીદી કરી હતી.

#CGNews #India #gold #occasion #Festival #customers #Dhanteras #buy gold #jewelers shops
Here are a few more articles:
Read the Next Article