વલસાડ : પ્રાકૃતિક ખેતી અંતર્ગત ગાંધી ગ્રામ જીવન પદયાત્રા યોજાય, પ્રદર્શન-સભા સહિતની પ્રવૃતિઓ હાથ ધરાય...

મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈ આ વર્ષે 3 દિવસ સમાજ સંપર્ક અને 3 દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું..

Valsad Natural Agriculture Dialogue
New Update

મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ દ્વારા વર્ષ ૨૦૦૭થી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતીત્યારે વલસાડ જીલ્લામાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ગાંધી ગ્રામ જીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ પ્રાકૃતિક ખેતીના હિમાયતી મહામહિમ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ વિદ્યાપીઠના ધ્યેય અને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને આવરી લઈ આ વર્ષે 3 દિવસ સમાજ સંપર્ક અને 3 દિવસ પદયાત્રા એમ છ દિવસની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિદ્યાપીઠના સેવકો અને વિદ્યાર્થીઓ મળી વર્ષ ૧૮૪૩ પદયાત્રીઓની ૧૫૧ ટુકડી દ્વારા ગુજરાતના ૧૮૦૦ જેટલા ગામડાઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી હાલોલ દ્વારા સંશોધનશિક્ષણ અને વિસ્તરણની કામગીરી લોકભાગીદારી સાથે સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કરવામાં આવે છે.

જેના પરિણામે ગુજરાતમાં ૧૦ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે. વલસાડ જિલ્લામાં ગુજરાત વિદ્યાપીઠના વિવિધ વિષયોમાં પી.એચડી. કરતા પદયાત્રીઓની ટુકડીઓ સાથે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના પ્રતિનિધિ ડૉ. કાળુ ડાંગર સહભાગી થયા હતા. પદયાત્રી ટીમ સાથે ચણવઈ ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

ગામના ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં વર્તમાન પરિસ્થિતિ અને પ્રશ્નોના સંદર્ભમાં ધરતીમાતા અને માનવીય તંદુરસ્તીપ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામોપાક સંરક્ષણના ઉપાયો મીટિંગરેલીપ્રદર્શન અને સભા જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી.

#Valsad News #natural farming #પ્રાકૃતિક ખેતી #natural farm #પ્રાકૃતિક ખેતી પરિસંવાદ #ગાંધી ગ્રામ જીવન પદયાત્રા #પ્રાકૃતિક કૃષિ સંવાદ
Here are a few more articles:
Read the Next Article