Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકોને ઇજા, CCTVમાં કેદ થઈ ઘટના

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

X

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી જતા 10 બાળકને ઈજા પહોંચી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે

ગાંધીનગર ચ-6 સર્કલ પર આજે સવારે ખાનગી બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે હંકારીને સ્કૂલવાન ધડાકાભેર ટક્કર મારતાં વાન પલટી ગઈ હતી. સ્કૂલવાનમાં 12 બાળકો હતા જેમાંથી 10ને શરીરે નાની મોટી ઈજા થઈ હતી.તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે, જે પૈકી એકની હાલત ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે એકને હાઇટેક અને એકને કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બાળકોના અકસ્માતના સમાચાર મળતા વાલીઓ પણ હોસ્પિટલ દોડતા આવ્યા હતા.પોલીસે આ અકસ્માતના મામલે ગુન્હો નોંધી બસના ડ્રાઇવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Next Story