Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : અમૂલના 4 ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ધારણ કર્યો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે.

ગાંધીનગર : અમૂલના 4 ડિરેક્ટરોએ ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કેસરિયો ધારણ કર્યો...
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ભાજપે સહકારી ક્ષેત્રે પણ મોટો દાવ રમ્યો છે. વાત જાણે એમ છે કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા મધ્ય ગુજરાત સહકારી આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિગતો મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં 4 ડિરેક્ટર્સ ભાજપમાં જોડાતા અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી રહ્યા છે.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ની ચૂંટણી 14 ફેબ્રુઆરી યોજાનાર છે. જોકે, એ પહેલા જ ભાજપે મોટો દાવ ખેલ્યો છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ મધ્ય ગુજરાત સહકારી આગેવાનોએ કેસરિયા કરી લીધા છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણી પહેલાં 4 ડિરેક્ટર ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. વિગતો મુજબ મધ્ય ગુજરાત સહકારી આગેવાનો જુવાનસિંહ ચૌહાણ, ઘેલા ઝાલા, શારદા પટેલ અને સીતા પરમારે ભાજપનો ખેસ ધારણ કરી લેતા ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. નોંધનિય છે કે, 14 ફેબ્રુઆરી ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાનાર છે. જોકે, ચૂંટણી પહેલાં 4 ડિરેક્ટર ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ વધીને 14 સભ્ય થઈ ગયું છે. આ તરફ હવે, સહકારી આગેવાનો ભાજપમાં જોડાતા અમૂલ ડેરીમાં સત્તા પરિવર્તનના સંકેત જોવા મળી શકે છે. મહત્વનું છે કે, વર્તમાન ચેરમેન-વાઇસ ચેરમેનની સત્તા જઈ શકે તેવી સંભાવના છે.

Next Story