ભારતીય તટરક્ષક દળના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
તટ રક્ષક દળના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસના પ્રાંગણમાં 47 મા કોસ્ટગાર્ડ રાઈઝિંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્થાપના દિવસની કેક કાપી હતી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કોસ્ટગાર્ડના બ્રોશરનું લોકાર્પણ કર્યું હતું. મહાનુભાવોએ ગરિમાપૂર્ણ ડ્રીલ અને સનસેટ સેરેમની નિહાળી હતી.ભારતીય તટરક્ષક દળ-કોસ્ટ ગાર્ડ વીર સૈનિકોએ દૃઢ મનોબળ, ધૈર્ય, વીરતા અને શૌર્ય થી સમુદ્ર નાતાલ-તરંગો સામે લડીને દેશની દરિયાઈ સીમા સુરક્ષા સાચવી છે. રાષ્ટ્રની આંતરિક શાંતિ માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ભારતીય તટ રક્ષક દળના 47 મા સ્થાપના દિવસે ગાંધીનગરમાં આયોજિત ભવ્ય સમારોહમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળ પણ સમુદ્ર તાલ-તરંગોથી ભયભીત થયા વિના કઠિન પરિસ્થિતિમાં અનુકૂલન સાધીને ફરજ પર તૈનાત રહે છે અને રાષ્ટ્રની રક્ષા કરે છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને દક્ષિણ પશ્ચિમી વાયુ કમાનના એર ઓફિસર કમાન્ડર એર માર્શલ વિક્રમ સિંહ ની ઉપસ્થિતિમાં આ સેરેમની યોજાય હતી