ગાંધીનગર: ૭માં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી, જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા

દેશભરમાં ૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ટીમ પર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

New Update

દેશભરમાં ૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ ટીમ પર જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

દેશમાં ૭મો રાષ્ટ્રીય પોષણ માહ- ૨૦૨૪ અંતર્ગત પ્રથમ ત્રણ દિવસમાં જ  દેશના 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 732 જિલ્લાઓમાં 43 લાખથી વધુ કાર્યક્રમો યોજીને એક સ્વસ્થ અને જાગૃત ભારત બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. ગુજરાત રાજ્યમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં પોષણક્ષમ આહાર અંગે વધુને વધુ જનજાગૃતિ કેળવાય એ આશયથી વિવિધ થીમ આધારિત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
ચાલુ વર્ષેની થીમની વાત કરીએ તો... આ ઉજવણી અંતર્ગત એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ,પૂરક આહાર, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન માટે ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોની સાથે સાથે એક પેડ મા કે નામ, સ્વાસ્થ્ય માટે યોગ, સુખાકારી માટે આયુષ, વૃક્ષારોપણ અભિયાન, રસીકરણ વગેરે જેવા અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં છે.  ઉલ્લેખનીય છે કે, મિશન પોષણ ૨.૦ માં ગ્રોથ ચાર્ટ દ્વારા  દેશભરના આંગણવાડી કેન્દ્રોમાં ૦ થી ૬ વર્ષના ૮.૫૭ કરોડ બાળકોની ચકાસણી કરવામાં આવી હતી સાથે જ અત્યાર સુધીમાં  એનિમિયા જાગૃતિ પર વર્ષ ૨૦૨૩માં ૩૫ કરોડથી વધુ જાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી
Latest Stories