/connect-gujarat/media/post_banners/818fd6683bae8735e3a64b8f17c97ae2d0d7268c572a4722774c34561b9cb647.jpg)
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જોડાયા હતા સમગ્ર ભારતભરમાં કોરોનાના વધતા જતા કેસને લઈ ગુજરાત સરકાર પણ ચિંતામાં પડી ગઈ છે તેને ધ્યાનમાં લઈ ને ગુજરાત સરકાર દ્વારા આજે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા અને તેમણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની ખાતરી આપી હતી.