Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : આદિવાસી સમાજના જન નાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું...

X

રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજના જન નાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી અશ્વિની ચૌબેના હસ્તે કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના જન નાયક બિરસા મુંડાની ભવ્ય પ્રતિમાનું બિરસા મુંડા ભવન, સેક્ટર-10, ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય વન-પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષા સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ પ્રસંગે ઉચ્ચ અને તકનીકી શિક્ષણ રાજ્યમંત્રી કુબેર ડિંડોર, કુટિર ઉદ્યોગ-સહકાર મંત્રી જગદિશ પંચાલ, કલ્પસર-મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી જીતુ ચૌધરી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ બાદ કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારની વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અશ્વિની ચૌબે છેલ્લા 2 દિવસથી રાજ્યની મુલાકાતે છે, ત્યારે તેઓ અલગ અલગ પ્રવાસન ધામની પણ મુલાકાત લઈ રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં પર્યાવરણને બચાવવા થતી કામગીરી પર તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

Next Story
Share it