કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો.
એક તરફ હવે ગુનેગારોની પૂછપરછ માટે થર્ડ ડિગ્રીનો જમાનો ગયો છે. તો બીજી તરફ વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટીફીક પુરાવાઓને આધારે ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુન્હાની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવા એકત્રિત કરવાનો જમાનો આવ્યો છે, ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સિક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.
સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ સેન્ટર માત્ર દોઢ વર્ષના ટૂંકાગાળામાં તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રીસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમે વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સી.ની કલમ તથા એડવાન્સ એક્ટની કલમમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. વર્તમાન પરિસ્થિતિના પડકારો અને આધારે નવી કલમનો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા સરકાર આગળ વધી રહી છે. 6 વર્ષથી વધુ સજા ધરાવતા કોઈ પણ ગુન્હામાં FSL વિઝીટ ફરજિયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સિક વાન અને જિલ્લા FSL યુનિટ શરૂ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.
માત્ર યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજી યુક્ત સાધનો સાથે સેન્ટર કાર્યરત કરી દીધુ છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનું વિગતવાર રીસર્ચ થઇ શકાશે, જે દેશને ડ્રગ્સ મુક્ત કરવા માટે ખૂબ જ અસરકારક પૂરવાર થશે. વધતા જતા ફોરેન્સિક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી NFSUની શાખા પોતાના રાજ્યમાં શરૂ કરવા દેશના કેટલાક રાજ્યોએ પણ રસ દાખવ્યો છે.