/connect-gujarat/media/post_banners/e9ddb200f82a1b817196d95bbf5015ec6c2d73dcd161463675668af1e3e0a4d0.webp)
દહેગામ નરોડા હાઇવે રોડ ઉપર આજે સવારે કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક શિક્ષિકાનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામ ખાતે વેદ ફ્લેટમાં રહેતા ખુશ્બુબેન ચિંતનભાઈ સુખડીયા ગ્લોબલ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે ખુશ્બુબેનને સ્કૂલે મૂકવા માટે તેમના પતિ ચિંતનભાઈ એક્ટિવા લઇને ઘરેથી નિકળ્યા હતા.
ત્યારે ત્યાથી પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આવેલી કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર શિક્ષિકાનું ઉછળીને રોડ પર પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે તેમના પતિને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે સ્થળ પર પહોંચીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.