Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોની અગત્યની બેઠક મળી...

રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ભાજપ પક્ષની બેઠક મળી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહ્યા બેઠકમાં હાજર વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત વિચારણા થઈ

X

આગામી તા. 19 જુલાઇના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે. તે પૂર્વે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યો તથા સાંસદ સભ્યોની એક મહત્વની બેઠક મળી હતી.

આ બેઠક દરમ્યાન પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સહિત સંગઠનના હોદેદારોએ ઉપસ્થિત રહી ધારાસભ્યો અને સાંસદોને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. એટલું જ નહીં, તેમનો મત ખોટો ન ઠરે અથવા તો મતદાનમાં કોઈ ક્ષતિ ન સર્જાય તે માટે પણ ખાસ સૂચના આપવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધક્ષતામાં મળેલી બેઠક દરમ્યાન પક્ષના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.

Next Story
Share it