ગાંધીનગર : લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ 11,607 ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરાયા...

ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

New Update
  • રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ

  • ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ

  • 11,607 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત

  • મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતી

  • પસંદગી પામેલ નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરાયા

ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા 11,607 નવનિયુક્ત ઉમેદવારોને ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નવનિયુક્ત ઉમેદવારોને સત્તાવાર રીતે પોલીસ દળમાં જોડાવાનો અવસર મળ્યો છેત્યારે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલએ પણ ઉપસ્થિતિ રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. લોકરક્ષક કેડરની આ ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 8,782 પુરૂષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલના તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરેલા 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Latest Stories