ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું હતું કે પોલીસ ભરતીમાં જે ઉમેદવારો દોડમાં થોડી ઘણી સેકન્ડથી રહી ગયા છે તે તૈયારી ચાલુ જ રાખજો સરકાર ટૂંક સમયમાં ફરીથી ભરતી લાવશે.
રાજ્યમાં પોલીસ ભરતીને લઇને ગૃહ વિભાગ દ્વારા મહત્વનું પગલું લેવાયું છે. ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા વીડિયો સિરીઝ લોન્ચ કરાઇ છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, પોલીસ ભરતીમાં જે ઉમેદવારો દોડમાં થોડીઘણી સેકન્ડથી રહી ગયા છે તે તૈયારી ચાલુ જ રાખજો, સરકાર ટૂંક સમયમાં નવી ભરતી લાવી રહી છે.આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શક રીતે ભરતી થાય તેવો અભિગમ અપનાવ્યો છે. જે માટે ભરતીમાં ટાઈમિંગ ચીપ માટે બેસ્ટ કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ સાથે તેમણે અપીલ કરી હતી કે ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવાર કોઈ લેભાગુ લોકોના સંપર્ક ન આવે. આ સાથે નોકરીની લાલચ આપીને રૂપિયા લેનાર લોકો સામે પગલા લેવાયા છે.