Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ભાજપે આપ્યો AAPને સૌથી મોટો ઝટકો, 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા…

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે કમર કસી લીધી છે.

X

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને હવે આપ દ્વારા પણ ચૂંટણીની રણનીતિ ઘડવાની શરૂઆત થઇ ગઇ છે. તો બીજી તરફ ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ જતાં ભાજપે AAP પાર્ટીને સૌથી મોટો ઝટકો આપ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ નજીક આવી રહી છે, તેમ પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઈ ગઇ છે,

ત્યારે ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ જતાં ચૂંટણી પહેલા ભાજપે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં AAPના તમામ કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો. અગાઉ પણ વિજય સુંવાળા સહિતના ઘણા જાણીતા આગેવાન પણ આમ આદમી પાર્ટીને અલવિદા કહી ભાજપનો સથવારો લઇ ચુક્યા છે. પ્રદેશ કાર્યાલય ખાતે સી.આર.પાટીલ સહિતના વરિષ્ઠ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

તો બીજી તરફ AAPના કાર્યકરો ભાજપમાં જોડાય તે પહેલા ગુજરાત આમ આદમી પાર્ટીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતું કે, AAPના કોઈપણ નેતાની ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે. જે લોકો ભાજપમાં જોડાયા છે તે તમામ કાર્યકરોને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે, ત્યારે હવે આ વાત કેટલી સાચી અને કેટલી અસત્ય એ તો વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે.

Next Story