Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ભાજપમાં વર્ચ્યુઅલ બેઠકનો દોર શરૂ, ચૂંટણી પહેલા સંગઠનને વાઈબ્રન્ટ મોડમાં લાવવાનો પ્રયાસ..

એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે,

X

એક તરફ ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે આ વચ્ચે વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ચૂંટણી નજીક આવતા જ ભાજપે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, સંગઠનને વધુ મજબૂત બનાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

એક તરફ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. તો બીજી તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના 5 રાજ્યોમાં યોજાવા જઈ રહેલી વિધાનસભાની ચૂંટણી વચ્ચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કાર્યકરોનો ઉત્સાહ વધારવા તેમજ ભાજપના સંગઠનને વાઈબ્રન્ટ મોડ પર લઈ જવા ગુજરાત પ્રદેશ ભાજપમાં સળવળાટ શરૂ થયો છે.

રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં 579 વોર્ડમાં 40 હજાર કાર્યકરો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા વર્ચ્યુઅલ બેઠક કરવામાં આવશે. ત્યારબાદ તા. 25 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના 50 લાખથી વધુ પેજ સમિતિના સભ્યો સાથે નમો એપના માધ્યમથી સંબોધન અને સીધો સંવાદ કરશે. સમગ્ર બેઠકમાં સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત ભાજપના નેતાઓ જણાવ્યુ હતું કે, રાજ્યમાં વહેલી ચૂંટણી કરવાનો કોઈ પ્લાન નથી, પરંતુ ભાજપની તૈયારી જ તેનું ખંડન કરે છે.

Next Story