ગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે

New Update
ગાંધીનગર : ભાજપનું મિશન ગુજરાત, કમલમમાં PMના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં મળેલા વિજયની ઉજવણી ભાજપ ગુજરાતમાં કરી રહયું છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચુંટણી યોજાવાની છે ત્યારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કમલમ ખાતે મહત્વની બેઠક મળી હતી.

Advertisment

અમદાવાદ એરપોર્ટથી 9 કીમીનો રોડ શો પુર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગરના કોબા સર્કલ પાસે આવેલાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગયાં છે. કમલમ ખાતે ભાજપના નેતાઓ કલાકોથી વડાપ્રધાન ના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે હવે વડાપ્રધાન કમલમ પહોંચી ગયાં છે.LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં.

ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ભાજપનો ભવ્ય વિજય થાય અને રેકોર્ડબ્રેક બેઠકો મળે તે માટે વડાપ્રધાન મોદી સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે બેઠક યોજી માર્ગદર્શન આપશે. આ બેઠકમાં જ ગુજરાત વિધાનસભાની ચુંટણીની રણનિતિ ઘડી કાઢવામાં આવશે. રાજયમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચુંટણી યોજવા જઇ રહી છે અને વડાપ્રધાન મોદીએ ભવ્ય રોડ શો યોજી રણશિંગુ ફુંકી દીધું છે.

Advertisment