ગાંધીનગર: CMના દિલ્હી પ્રવાસ બાદ કેબીનેટની બેઠક યોજાય, કોરોનાની સ્થિતિ બાબતે કરાય ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

New Update

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મુલાકાત કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત આવી ચૂક્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાઇ હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પ્રવાસને લઈને ગઈકાલે કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હતી તેથી તે બેઠક આજે યોજવામાં આવી હતી.આજની કેબિનેટની બેઠકમાં 100 દિવસના સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી . સાથે જ વિદેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં પ્રથમ સપ્તાહમાં મંત્રીઓ દ્વારા થયેલી વિભાગવાર સમીક્ષાની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ બેઠકમાં નીતિ વિષયક બાબતો પર ચર્ચા કરાઇ હતી

#cabinet meeting #CMBhupendra Patel #Gandhinagar #Corona situation #Visit #BeyondJustNews #Connect Gujarat #Gujarat
Here are a few more articles:
Read the Next Article