Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : સામાજીક ન્યાય વિભાગના કેબીનેટ મંત્રીએ યોજી અધિકારીઓ સાથે બેઠક

ગુજરાતમાં મુખ્યમંત્રીથી માંડી આખેઆખી કેબીનેટ બદલી નાંખવામાં આવી છે ત્યારે નવા મંત્રીઓ પણ તેમના કામે લાગી ગયાં છે

X

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં કેબીનેટ મંત્રી પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં પદગ્રહણ કર્યાના પ્રથમ દિવસે જ સ્વર્ણિમ સંકુલ -૧ ખાતે તાપી હોલમાં ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઇ હતી. બેઠકમાં વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલ તેમજ મંત્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સુચનો કર્યા હતા.મંત્રીએ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા.સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમરએ વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજન અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ, નાયબ સચિવ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા સમાજ સુરક્ષા ખાતાના નિયામક ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતા નિગમના મેનેજિંગ ડિરેક્ટર ઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story
Share it