/connect-gujarat/media/media_files/2026/01/07/gndhi-2026-01-07-11-36-02.jpg)
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં પ્રસરેલા ટાઈફૉઈડના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, પીવાના પાણીના ટેસ્ટિંગના રિપોર્ટ આવ્યા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે. મુખ્યમંત્રીએ પાણીની પાઈપલાઈનમાં થતા લીકેજને તાત્કાલિક રીપેર કરવા અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારીને દરેક વિસ્તારમાં શુદ્ધ પાણી પહોંચાડવા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. શહેરમાં ક્લોરિન ટેબલેટ્સ,ORS પેકેટ્સનું વિતરણ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગની 85 ટીમો દ્વારા અત્યાર સુધીમાં 1.58 લાખથી વધુ લોકોનું સર્વેલન્સ પણ કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને જરૂરી સૂચનો આપ્યા હતા. સમગ્ર બેઠકમાં રાજ્યના ઉચ્ચ સચિવો અને આરોગ્ય વિભાગના તબીબો પણ હાજર રહ્યા હતા.