Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: શિક્ષણલક્ષી બે યોજનાઓનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ આજે અમદાવાદના ઘાટલોડિયા ખાતે જ્ઞાનદા સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજિત રૂપિયા 1650 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો છે. આ અવસરે ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા. આ યોજનાઓ હેઠળ દસ લાખ વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024-25થી ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 50%થી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ રૂ.25,000ની સહાય ચૂકવવામાં આવશે.

Next Story