/connect-gujarat/media/post_banners/814abd683232bf90b807890717781d19c289a1c76f6c4c56b39779edc801a36f.jpg)
રાજયમાં આજથી પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન શરૂ કરાવ્યું હતું
રાજ્યમાં કોરોનાની ચોથી વેવ આવે તો તેની સામે લડવા રાજ્ય સરકાર અત્યારથી પગલાં ભરી રહી છે જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આજથી આ પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે તમામ જિલ્લા અને તાલુકા મથકે સરકારી હોસ્પિટલો અને અરબન હેલ્થ સેન્ટરમાં આ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે સમગ્ર દેશની સાથે આ અભિયાન રાજ્યમાં 75 દિવસ સુધી અવિરત ચલાવવામાં આવશે જેના માટે મેડિકલ ટીમ પેરા મેડિકલ ટીમ અને સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. રાજ્યમાં કુલ 4 કરોડની આસપાસ લાભાર્થી લોકોને આ કોરોના રસી નો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પાછળ સરકાર 700 કરોડનો ખર્ચ થશે તેની પણ જોગવાઈ કરવામા આવી છે.કોવિડ વેક્સિન અમૃત મહોત્સવ'' અંતર્ગત તા.૧પમી જુલાઇ, ર૦રરથી ૧૮-પ૯ વર્ષ વય જુથના લાભાર્થીઓને સરકાર કોવિડ રસીકરણ કેન્દ્ર પરથી વિનામૂલ્યે કોવિડ વેક્સિન પ્રિકોશન ડોઝ આપવાનો છે આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્ર પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ર૦રર સુધી જ આ સુવિધા ઉપલબ્ધ રહેશે