Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: યુનિયન બજેટ અંગે CM ભુપેન્દ્ર પટેલે કહ્યું,આ બજેટથી ગુજરાતને થશે ફાયદો

દેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી

X

દેશની સંસદમાં રજૂ થયેલ યુનિયન બજેટ અંગે આજરોજ ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે બજેટથી ગુજરાતને અનેક ઘણો લાભ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2023 અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ 2023-24 ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દેશના અમૃતકાળ રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ બજેટ દરેક ક્ષેત્રે આવરી લેતું બજેટ છે. આ બજેટમાં દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આ બજેટમાં ગુજરાતને ઘણાં ફાયદા થશે.મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે. ત્યારે ભારતને વિશ્વગુરુ, આત્મનિર્ભર અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના વિકાસથી રાષ્ટ્ર આગળ વધે એ રજૂ કરતું આ બજેટ છે. સામાન્ય વ્યક્તિથી લઈ ગરીબ, વંચિત, શોષિત, ખેડૂત, મહિલા, યુવા, વરિષ્ઠ નાગરિક એમ દરેક વર્ગને આવરી લેતુ આ બજેટ અમૃતકાળને અમૃત બનાવતું બજેટ છે.

Next Story