/connect-gujarat/media/post_banners/0c87381e0f890d5bf16585a16ecccdf1c92c82c8044d1f0043ec985acdfc4f8b.jpg)
રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે દેવદર્શન કરી નવા વર્ષનો પ્રારંભ કર્યો હતો અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૦ના આજથી શરુ થતા નૂતન વર્ષનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરે પૂજા અર્ચનાથી કર્યો હતો. મુખ્યમંત્રી ત્યાર બાદ અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સહિતના દેવોની પૂજા અર્ચના માટે પહોંચ્યા હતા અને પૂજ્ય નીરૂમાની સમાધિ પર શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
મુખ્યમંત્રીએ ત્યાર બાદ મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતે ઉપસ્થિત રહીને નાગરિકો સાથે નૂતન વર્ષ શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને નૂતન વર્ષની હ્રદય પૂર્વક શુભકામનાઓ આપતા કહ્યું કે આ નૂતન વર્ષ નવા સંકલ્પો નવી ઊર્જા નવી ચેતના સાથે સૌના સાથ સૌના સહયોગથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશને વિકાસની નવી ઉંચાઈઓ સર કરાવનારું બને તે માટે સૌ પ્રતિબદ્ધ થઇએ