Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : કોરોના-ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અંગે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

X

ગુજરાત રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષા સુથાર, મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા દરરોજ 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ભારત સરકારની ગાઈડલાઇન મુજબ વિદેશથી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટેની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે છે, ત્યારે આ બેઠકમાં રાજ્યમાં 2 ડોઝની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. ગત બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા હત. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5 કેસ, જ્યારે મહેસાણા અને આણંદમાં 2-2 કેસ મળ્યા હતા. જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 અને રાજકોટમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાય ચૂક્યો છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા ઓમિક્રોનના કેસ નોંધાય ચૂક્યા છે.

Next Story