New Update
/connect-gujarat/media/post_banners/24a7cbf237901b732d6c8656145be369d322dc69c48f680dffae2d3557ef390f.jpg)
દક્ષિણ ગુજરાતમાં આકાર લેનારો તાપી પાર નર્મદા પ્રોજેકટ રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર ધરણા કર્યા હતાં....
ગુજરાત વિધાનસભામાં આજે ચૂંટણી પહેલાંનું અંતિમ બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજુ કરી રહયા છે પણ આ બજેટ પહેલાજ ભારે હોબાળો થયો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર તાપી નર્મદા પ્રોજેકટ ને રદ્દ કરવાની માંગણી સાથે ધરણા કર્યા.. વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહીત અનેક ધારાસભ્યો આ ધરણામાં જોડાયા હતાં. વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારમાં ડેમ બની રહયા છે જેને કારણે અમારા જળ જંગલ અને જમીન નાબુદ થઇ રહયા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક આ પ્રોજેકટ રદ્દ કરે તેવી માંગણી કરાય છે.બજેટ પહેલાજ કોંગ્રેસના આક્રમક વલણથી સરકારની ચિંતામાં વધારો થયો છે.
Related Articles
Latest Stories