ગાંધીનગર: પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે વનકર્મીઓનું પ્રદર્શન, મોટી સંખ્યામાં કર્મચારીઓ થયા એકત્રિત

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલનકારીઓનો જમાવડો થયો છે ત્યારે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર પ્રશ્નના નિરાકરણ માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા

New Update

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આંદોલનકારીઓની ભરમાર થઈ છે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ અનેક વર્ગના સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે હવે વનરક્ષક વનપાલ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને છેલ્લા 13 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર છે ત્યારે પોતાનો અવાજ બુલંદ કરવા માટે વનરક્ષક અને વનપાલ સત્યાગ્રહ છાવણી ખાતે ઉમટી પડ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.ધરણાના કાર્યક્રમમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ પહોંચ્યા છે.

વનરક્ષક અને વનપાલ પડતર પ્રશ્નોમાં ગ્રેડ-પે, રજા પગાર, પીટીએ, ભરતી-બઢતી રેસીયો વગેરે સહિતના પ્રશ્નોના ઉકેલ માટે આ આંદોલન ચાલી રહ્યું છે તો બીજીબાજુ વીઇસી કર્મચારીઓ પણ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને વિશાળ રેલી કાઢી છે

Latest Stories