ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ હાઉસિંગ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, પોલીસ પરિવારોને 20,400 નવા આવાસોની ભેટ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ગાંધીનગરના દહેગામમાં બનશે રાજ્યની સૌથી આધુનિક જેલ

  • નાયબ મુખ્યમંત્રીના હસ્તે પોલીસ હાઉસિંગ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત

  • રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની પણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ

  • રૂ. 273 કરોડના ખર્ચે 20,400 નવા આવાસોનું કારશે નિર્માણ

  • પોલીસ કેન્ટીનપોલીસ જિમ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર સેક્ટર-27 પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવારની સુવિધા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાધુનિક પોલીસ કેન્ટીનશારીરિક તંદુરસ્તી માટે પોલીસ જિમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસ આવાસ બાંધકામનું ખાતમુહૂર્ત અને ઇન્ફોસિટી ખાતે અર્બન પોલીસ સ્ટેશન સહિત 36 યુનિટના બાંધકામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કેગુજરાત સરકાર પોલીસ આવાસ માટે રૂ. 273 કરોડના ખર્ચે કામગીરી કરી રહી છેઅને આગામી સમયમાં રાજ્યમાં 20,400થી વધુ નવા મકાનો બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે રૂ. 1500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ પ્રસંગે રાજ્યના DGP કે.એન.એલ.રાવગૃહ સચિવ નિપુણા તોરવણે, IPS રાજુ ભાર્ગવરેન્જ IG વિરેન્દ્ર યાદવ,પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીધારાસભ્યો અલ્પેશ ઠાકોરબલરાજસિંહ ચૌહાણબકાજી ઠાકોરજે.એસ.પટેલરીટા પટેલમેયર મીરા પટેલકલેકટરમ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories