Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વરસાદની આગાહીને પગલે CMના અધ્યક્ષસ્થાને વેધર વોચ કમિટીની બેઠક મળી, બચાવ કામગીરીની સમીક્ષા કરાઇ

રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ હતી.

X

રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ હતી.

ગુજરાતમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રીએ આફતની આગોતરી તૈયારી અંગે પ્રશાસનની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આ બેઠકમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં થયેલ ભારે વરસાદમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.રાજ્યમાં NDRFની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે SDRFની 1 ટીમ પોરબંદર જિલ્લામાં તૈનાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, વાવેતર અને પીવાના પાણીની સ્થિતિને લઈને પણ સમીક્ષા કરી હતી.

Next Story