ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે, એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરવામાં આવે છે, ત્યારે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે પ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાય હતી. આ પ્રસંગે યોગ ટ્રેનરો સહિત મોટી સંખ્યામાં યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.