ગાંધીનગર : દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું કરવામાં આવ્યું આયોજન,CM ભુપેન્દ્ર પટેલે કર્યો સંવાદ

રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

ગાંધીનગર : દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું કરવામાં આવ્યું આયોજન,CM ભુપેન્દ્ર પટેલે કર્યો સંવાદ
New Update

રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સંન્યાસીઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સંવાદ કર્યો હતો.

રામકૃષ્ણ મિશન-રાજકોટ દ્વારા દેશ અને વિદેશના ૧૨૫ સંન્યાસીઓની ગુજરાત તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજિત થયેલ આ તીર્થયાત્રા ગુરુવારે ગાંધીનગર અડાલજ ખાતેના ત્રિમંદિર પહોંચી હતી. આ યાત્રાના સંન્યાસી સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઉંચાઈ હાંસલ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં લોકોની સેવા કરવાનો અવસર અમને મળ્યો છે, ત્યારે રાજય સરકાર સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણ યોજના સુફળ પહોંચે તે માટે અવિરત પુરૂષાર્થ કરી રહી છે. યાત્રામાં ૨૦ રાજયો તેમજ બાંગ્લાદેશ તથા નેપાળથી આવેલા ૧૨૫ સંન્યાસીઓ જોડાયા છે.સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં જે સ્થળોની મુલાકાત લીઘી તે સ્થળોની આ તીર્થ યાત્રા દરમિયાન સંન્યાસીઓ મુલાકાત લેશે.  

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #organized #CM Bhupendra Patel #Gandhinagar #abroad #Gujarat pilgrimage #ascetics
Here are a few more articles:
Read the Next Article