Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: બહુચર માતા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં યજમાન ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે પૂજા કરી

કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પરિવાર સાથે તેમના વતન માણસામાં બહુચર માતાના મંદિરના

X

કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પરિવાર સાથે તેમના વતન માણસામાં બહુચર માતાના મંદિરનાપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી પૂજન અર્ચન કર્યું હતું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના વતન માણસામાં છે. તેઓએ તેમના કુળદેવી બહુચર માતાના નવા મંદિર પરિસરમાં પૂજા કરી.ગઈકાલથી જ અમિત શાહનો પરિવાર માણસામાં છે. જ્યાં વિવિધ પ્રકારની પૂજા અર્ચના, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મોડી રાત્રે ગરબાનું પણ આયોજન કરાયું હતું। ગાંધીનગર જિલ્લાનું માણસા અમિત શાહનું પૈતૃક ગામ છે..વર્ષોથી શાહ પરિવાર તેમના કુળદેવી બહુચર માતાની સેવા કરતા આવ્યા છે. અમિત શાહ કુળદેવી બહુચર માતા ઉપર ખૂબ આસ્થા ધરાવે છે. જેથી પ્રત્યેક નવરાત્રિના બીજા નોરતે તેઓ અચૂક કુળદેવીના દર્શન માટે માણસા આવે છે. શાહ પરિવાર વર્ષોથી કુળદેવીના પ્રત્યેક કાર્ય અને સેવામાં જોડાયેલા રહ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી નવા મંદિર અને મંદિર પરિસરની બાંધકામ કામગીરી તેમજ પૂર્ણતા સુધી મુલાકાત કરતા આવ્યા છે. તેમની અને તેમના પરિવારજનોની ખૂબ ઈચ્છા હતી કે બહુચર માતાને નવા મંદિરના ગોખમાં સ્થાપિત કરવામાં આવે.કહેવાય છે કે વર્ષમાં એકવાર પોતાના કુળદેવી કે કુળદેવતાના દર્શન જરૂર કરવા જોઈએ. જે તમને પ્રત્યેક સંકટથી દૂર રાખે છે જેના ભાગરૂપે અમિત શાહ અને તેમનો પરિવાર વારે તહેવારે માતાજીનાં દર્શન અર્થે આવે છે

Next Story
Share it