ગાંધીનગર : વેધર વોચ ગૃપની બેઠકમાં આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાય...

IMDના અધિકારીએ આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી

New Update
ગાંધીનગર : વેધર વોચ ગૃપની બેઠકમાં આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાય...

ચોમાસુ શરૂ થતાં જ ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં IMDના અધિકારીએ આગામી 5 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી, જ્યારે સમગ્ર ચોમાસા દરમ્યાન 96થી 104 ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.

છેલ્લા 24 કલાક રાજ્યમાં થયેલા વરસાદની માહિતી આપતાં રાહત નિયામક જણાવ્યું હતું કે, રાજ્યમાં 2 જિલ્લાના 2 તાલુકામાં સરેરાશ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં 7 મીમી. વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુઘી સરેરાશ 14.45 મીમી વરસાદ થયો છે. જે છેલ્લા 30 વર્ષમાં રાજ્યનો સરેરાશ 850 મીમીની સરખામણીએ 1.70 ટકા છે. રાજ્યમાં 2.93 ટકા વાવેતર થયું છે, ત્યારે કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજે 2,53,029 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષ સમાન સમયગાળા દરમિયાન 2,18,554 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 2.93 % વઘુ વાવેતર થયું છે. રાજ્યના 206 જળાશયમાં 34.93 ટકા પાણીનો જથ્થો સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં 154915 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિ 46.37 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાં 1,94,954 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિ 34.93 ટકા છે. આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓ સામેલ થયા હતા.

Latest Stories