ગાંધીનગર: કૈલાશ ખેરે PM મોદીના માતા હીરાબાને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તે 100 વર્ષના હતા.

New Update
ગાંધીનગર: કૈલાશ ખેરે PM મોદીના માતા હીરાબાને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, જુઓ વિડીયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તે 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન બાદ દેશભરમાંથી લોકોએ તેમના શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેરે પણ વડાપ્રધાન ના માતા હીરાબાને એક અલગ જ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે.ગત મહિનાની 30 ડિસેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલ માં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે તેમના નિધન બાદ દુનિયાભરના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે બોલિવૂડના જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેરે પણ વડાપ્રધાન મોદીના માતા હીરાબાને એક અલગ જ અંદાજમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણં ગાંધીનગર સ્થિત પંકજ મોદીના ઘરે જઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દરમિયાન તેમણે આગવી રીતે સ્તુતિ ગાઈને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કૈલાશ ખેરે પોતાના ટ્વીટર હેન્ડલ પર વીડિયો શેર કરતા લખ્યું છે કે, પરમપિતા પરમ પરમેશ્વર ની દયા દ્રષ્ટિ, ગુરુ મહારાજની કૃપાથી આપણા આદર્શ PM નરેન્દ્ર મોદીજીના પરિવાર સાથે માતાની આરાધના વંદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા હીરાબા તો પંચતત્વમાં વિલીન થઇ ને પણ સંસ્કાર સ્વરૂપિણી ભાગીરથી બનીને પરિવારના તમામ સભ્યો માં પોતાનું સ્થાન જમાવ્યું. આજના પ્રારબ્ધને નમન. હરિ ઓમ. 

Latest Stories