/connect-gujarat/media/post_banners/e31c1ee1a161a05abc48b23cce2980ca1d42759c22a441745220d2dc26eafe68.jpg)
ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે. તા. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું છે. નેશનલ ગેમ્સમાં દેશભરના 7 હજાર ખેલાડીઓ ગુજરાત આવશે, ત્યારે ગાંધીનગર ખાતે 36મી નેશનલ ગેમ્સનો લોગો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોન્ચ કરાયો હતો. મુખ્યમંત્રીએ લોન્ચ કરેલા લોગોમાં ગીરના સિંહને સ્થાન મળ્યું છે.
આ નેશનલ ગેમ્સમાં મુખ્ય 6 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં 36 રમતોનું આયોજન કરાશે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સમાપન સુરતમાં થશે. આ સાથે જ હવે કઈ રમતોનું આયોજન ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધા, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધા, રાજકોટમાં 3 સ્થળે 2 રમત સ્પર્ધા, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા, જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.