Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: રાજ્યમાં લમ્પિ વાયરસનો વધતો કહેર,CM ભુપેન્દ્ર પટેલે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

રાજયમાં લમ્પિ વાયરસનો કહેર વધતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પશુપાલન વિભાગને વિવિધ સૂચનાઓ આપી હતી

X

રાજયમાં લમ્પિ વાયરસનો કહેર વધતા સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પશુપાલન વિભાગને વિવિધ સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં લમ્પિ વાયરસના કહેર વધતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધન માં જોવા મળેલા લમ્પી સ્કિન ડિસીઝની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા અર્થે ગાંધીનગરમાં બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ રાજ્યના જે ૧પ જિલ્લાઓના પશુધનમાં આ રોગના કેસો નોંધાયા છે તે જિલ્લામાં અસરગ્રસ્ત ગામના પાંચ કિલોમીટરની ત્રિજ્યામા આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે વ્યાપક રસીકરણ માટે સૂચનાઓ આપી હતી. આ અંગેની તાત્કાલિક કાર્યવાહી કેમ્પેઈન મોડમાં કરવા તેમણે સૂચના આપી હતી.

ખાસ કરીને અસરગ્રસ્ત જિલ્લાઓના તાકીદના ધોરણે સારવાર અને એડવાઇઝરી મુજબ રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને આ માટે જરૂરી તમામ સંસાધનો ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવા પશુપાલન વિભાગને સૂચનો કર્યા હતા. આ ઉપરાંત આ રોગ હવે વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારમાં તમામ જરૂરી નિયંત્રણના પગલાં લેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.

Next Story