ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ : મુખ્ય નિર્વાચન અધિકારી

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પ્રયાસો મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી-ગાંધીનગર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

New Update

ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના અધ્યક્ષસ્થાને ઈન્ટર મીડિયા પબ્લિસિટી કો-ઓર્ડીનેશન કમિટી (IMPCC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અધિકારી પી.ભારતીએ મતદાન જાગૃતિ માટે કરવામાં આવી રહેલી પ્રવૃત્તિ, વિવિધ સરકારી વિભાગો સાથે MoU ઉપરાંત દિવ્યાંગ, વિચરતી જાતિ, અગરિયા અને થર્ડ જેન્ડર જેવા મતદારોના સ્પેશિયલ ગ્રુપમાં મતદાર નોંધણી અને મતદારલક્ષી સુવિધાઓ સહિતની બાબતોની ચર્ચા કરી હતી. આ બેઠકમાં દૂરદર્શનના સમાચાર વિભાગના નિયામક અને નાયબ નિયામક, ઓલ ઇન્ડિયા રેડિયોના નાયબ નિયામક સહિતના અધિકારીઓએ મતદાર જાગૃતિ માટે વિવિધ સૂચનો કર્યા હતા.

આ તકે મુખ્ય નિર્વાચન અધિકારી SVEEP એટલે કે, સિસ્ટમેટીક વોટર્સ એજ્યુકેશન અને ઈલેક્ટોરલ પાર્ટીશીપેશન સંદર્ભે પ્રસાર માધ્યમોને સક્રિય સહકાર માટે અપીલ કરી હતી. ખાસ કરીને સ્પેશિયલ ગ્રુપ્સ અને શહેરી વિસ્તારોમાં જોવા મળતી મતદાન અંગેની ઉદાસીનતા દૂર કરી વોટર ટર્નઆઉટ વધારવા, આ માધ્યમો કેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટેના સૂચનો પણ આવકાર્યા હતા.

Latest Stories