Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ધારાસભ્યોને મળશે નવા અદ્યતન આવાસો, 140 કરોડ રૂા.નો થશે ખર્ચ

રાજયના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોને અદ્યતન આવાસ આપવામાં આવશે અને તેના માટે સેકટર 17માં 9 માળના 12 ટાવર બનાવાશે...

X

રાજયના પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યોને અદ્યતન આવાસ આપવામાં આવશે અને તેના માટે સેકટર 17માં 9 માળના 12 ટાવર બનાવાશે.

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે ધારાસભ્યો માટે આધુનિક આવાસોનું નિર્માણ કરવામાં આવી રહયું છે. સદસ્ય નિવાસ સમિતિના સભ્યોએ આજે સ્થળની મુલાકાત લીધી હતી.૨૮ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણીને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ સૈધ્ધાંતિક મંજુરી આપી છે. આગામી બજેટ સત્ર દરમિયાન આ નવા સદસ્ય નિવાસ નું ભૂમિપૂજન કરવામાં આવશે.

અંદાજીત રૂ.૧૪૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા એમ.એલ.એ. ક્વાટર્સમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ ૯ માળના કુલ ૧૨ ટાવર બનશે. દરેક ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત ૯ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. નવા તૈયાર થઇ રહેલા સદસ્ય નિવાસમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન પણ ઉભી કરાશે.

Next Story