ગાંધીનગર : 16 માર્ચ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી, વેક્સિનેશનમાં ગુજરાત બન્યું અગ્રેસર

16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.

New Update
  • 16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી

  • રસીકરણમાં અગ્રેસર ગુજરાત 

  • BCG કવરેજ 2022-23માં 97.85% થી વધીને 2023-24માં 99.2% થયું.

  • પેન્ટાવેલેન્ટ (ત્રીજો ડોઝ)નું કવરેજ 92.28% થી વધીને 95.8% થયું.

  • ઓરી-રુબેલા રસીકરણ હવે 97.7% બાળકોને આપે છે રક્ષણ

Advertisment

16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.આ પ્રતિ-રક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે.શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ અદભૂત પરિવર્તન આણ્યું છે.

16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે.આ પ્રતિ-રક્ષણથી લાખો નવજાત શિશુઓ અને મહિલાઓના જીવ બચ્યા છે. શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ  અદભૂત પરિવર્તન આણ્યું છે. અમદાવાદના સોનલબહેન ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ ન હતાપરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમની ચિંતા દૂર થઈ છે.તેમનુ કહેવુ છે કે અમારા માટે ઘણું સારુ છે કેમકે જો ખાનગી હોસ્પીટલમાં રસી અપાવું તો ઘણા રૂપિયા થાય જે મારી પાસે નથી.

ગુજરાત સરકારે રસીકરણની વ્યવસ્થા ઘરઆંગણે પૂરી પાડી છે. 'સઘન મિશન ઇન્દ્રધનુષ, ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને મોબાઈલ મમતા દિવસ’ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે.9 થી 11 માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં 95 ટકાથી વધુ છે.ગુજરાતમાં  મિશન ઈન્દ્રધનુષ 5.0 હેઠળ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હતી.ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની સફળતાના કેટલાક આંકડા પર નજર કરીએ તો BCG કવરેજ 2022-23માં 97.85 ટકાથી વધીને 2023-24માં 99.2 ટકા થયું છે.પેન્ટાવેલેન્ટ ત્રીજો ડોઝનું કવરેજ 92.28 ટકા થી વધીને 95.8 ટકા થયું છે.ઓરી-રુબેલા રસીકરણ હવે 97.7 ટકા બાળકોને રક્ષણ આપે છે.

અમદાવાદના બાળ રોગ નિષ્ણાંત ડો.અનુયા ચૌહાણનું કહેવુ છે કે ઓરલ પોલીયો વેક્સીન,પેન્ટાવેલન્ટ વેક્સીન,રોટાવાઇરસ વેક્સીન,ઇન્જેક્ટેબલ પોલીયો વેક્સીન અને ન્યુમોકોકલ વેક્સીન પણ બાળકોને આપવામાં આવે છે. જો બાળકને આ રસી ન મળે તો ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે.ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

Advertisment