/connect-gujarat/media/post_banners/b68ec4191cc174a875d49fddfffb26153a51f007774bc37a6921a17aaaf760d9.jpg)
ગુજરાતના રાજકારણમાં ચાલતી અટકળોનો રવિવારે સાંજના સમયે અંત આવ્યો હતો. રાજયના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. તેમણે સોમવારે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં શપથગ્રહણ કર્યા હતાં.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે સોમવારના રોજ 2 વાગીને 20 મિનિટે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યા હતાં. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતાં. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત ભુપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતાં. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, ગોવાના સીએમ પ્રમોદ સાવંત અને કર્ણાટકના સીએમ બસવરાજ બમ્બઇ પણ હાજર રહયાં હતાં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અભિનંદન પાઠવ્યા હતાં. આજે સોમવારના પંચાંગ પર દૃષ્ટિ કરીએ તો નક્ષત્ર જયેષ્ઠા છે તમામ સ્થિતિ રાજકારણ ની દૃષ્ટિએ શુભ ગણી શકાય. 2.20 વાગ્યે ચલ ચોઘડિયું છે. જે સામાન્ય ગણવામાં આવે છે તેથી 2.20 નો સમય નક્કી કરવામાં આવ્યો હતો.