Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: નવી સ્ક્રેપ પોલીસીની જાહેરાત,જૂનું વાહન સ્ક્રેપમાં આપ્યા બાદ નવા વાહનની ખરીદી પર નહીં લાગે રજીસ્ટ્રેશન ચાર્જ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી

X

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી જેમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીએ જણાવ્યુ હતું કે કચરાથી કંચન સુધી પહોંચવા આ પોલિસી લાગી કરવામાં આવી છે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 વર્ષ જૂનાં વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતેથી વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે CM વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ગડકરીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 'ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂનાં વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂનાં વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.'હવે દેશભરમાં સ્ક્રેપ પોલિસી લાગુ થવા જઇ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં એનર્જી ક્ષેત્રમાં મહત્વના કામો થયાં. પર્યાવરણના જતન સાથે વિકાસ પણ જરૂરી છે. આ પોલીસીથી સામાન્ય પરિવારોને સૌથી મોટો લાભ થશે. આ પોલીસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદુષણના કારણે જે અસર થાય છે તે ઓછી થશે.ગુજરાતના અલંગને શિપ રરિસાઈકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીના કારણે આગામી 25 વર્ષમાં ઘણાં બદલાવ આવશે. અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. પોલિસીથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, આઝાદી બાદ આજે આત્મનિર્ભર ભારતની પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી છે.

Next Story