Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ થયા ખૂબ પ્રભાવિત

ગાંધીનગરમાં G20 અંતર્ગત આયોજિત B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ માટે એક વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ગાંધીનગરમાં G20 અંતર્ગત આયોજિત B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ માટે એક વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુનિતવન ખાતે વહેલી સવારે દેશ-વિદેશના ડેલીગેટ્સે યોગાભ્યાસ કર્યો હતો. ભારતીય યોગ પરંપરાને દેશ વિદેશમાં પહોંચાડવા યોગગુરુએ ડેલીગેટ્સને યોગ, તેના ઈતિહાસ અને તેના લાભ વિશે માહિતગાર કર્યા હતા.

આ સાથે જ ગાંધીનગરમાં B-20 ઇન્સેપ્શન મીટ અંતર્ગત ગુજરાતના મહેમાન બનેલા ડેલિગેટ્સે અડાલજ સ્થિત સુપ્રસિદ્ધ રૂડાબાઈની વાવની મુલાકાત લીધી હતી. આ વાવની મુલાકાત વેળાએ અહીંની સ્થાપત્ય કલા-કારીગીરીથી ડેલીગેટ્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા, ત્યારે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સનું અડાલજની વાવ ખાતે શરણાઈના સૂર સાથે પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ, ગાંધીનગરમાં B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગ માટે પધારેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડેલીગેટ્સે વૈશ્વિક ફાઈનાન્સિયલ અને આઈટી સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સીટી-ગીફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. ડેલીગેટ્સને સૌથી પહેલા તો ગીફ્ટ સીટી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દેશ-વિદેશના ડેલીગેટ્સ ગીફ્ટ સિટીના ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન પ્લાન્ટ, ડીસ્ટ્રીકટ કૂલિંગ સીસ્ટમ અને યુટીલીટી ટનલ જેવા અદ્યતન અને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખૂબ જ પ્રભાવિત થયા હતા, અને ખૂબ જ રસ દાખવીને તે અંગે વિવિધ માહિતી પણ મેળવી હતી.

Next Story