Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં ફરી એકવાર "દાદાની સરકાર", PM મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કરશે શપથ ગ્રહણ

આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યલાય ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી.

X

ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યલાય ખાતે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં બેઠક યોજાય હતી, આ બેઠકમાં ધારાસભ્ય દળના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર ભુપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી હતી.

આજે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યલાય ખાતે ભાજપની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ચૂંટાયેલા 156 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની દળના નવા નેતાની પસંદગી કરવામાં આવી હતી. ધારાસભ્ય દળની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર મારવામાં આવી, તો નિરીક્ષકોની હાજરીમાં દળના નેતાની જાહેરાત પણ કરવામાં આવી હતી. તા. 12 ડિસેમ્બરે PM મોદી અને અમિત શાહની હાજરીમાં ફરી એકવાર ભુપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સમગ્ર બેઠક દરમ્યાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, સંરક્ષક કેન્દ્રિય મંત્રી રાજનાથસિંહ, કર્ણાટકના પૂર્વ સીએમ બી.એસ.યેદીયુરપ્પા, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કમલમ કાર્યલાય ખાતે યોજાયેલ ધારાસભ્ય દળના નેતાની પસંદગી બાદ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ મહોર લગાવી છે. PM મોદીના સંકલ્પમાં દેશને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો પ્રયત્ન, મારા ધારાસભ્ય તથા સંગઠન સાથે મળીને ગુજરાતમાં સારી રીતે કામ કરવામાં આવશે. જનતાએ ભાજપને 156 બેઠક પર જીત અપાવી છે, ત્યારે સરકાર પાસે અપેક્ષા હોય જ, એટલે ભાજપની સરકારે અત્યાર સુધી કામ કર્યુ છે. જનતાએ ભાજપ સરકાર પર મૂકેલો ભરોસો, PM મોદી પર મૂકેલો ભરોસો તૂટવા નહીં દઈએ. સંકલ્પ પત્ર જાહેર કર્યુ હોય એ પ્રાથમિકતામાં હોય. કલમ 370 હોય કે, રામ મંદિર હોય. પહેલી કેબિનેટમાં CAAની કમિટી રચી છે, એની ભલામણના આધારે નિર્ણય કરાશે તેવું પણ ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું.

Next Story